આ સ્થિતિ કાયમ રહી તો જીવવાનું મન નથી,
માનવી જાણે કે કુદરતનું હવે સર્જન નથી!
આમ તો છે કલ્પનામાં ઉડ્ડયન આકાશ પર,
ને અહીં તો ચાલવાને વાસ્તવિક સાધન નથી.
કંઈ હજારો ‘હા' અને ‘ના'ના બધા ઝઘડા મહીં,
તારી એક ‘હા' પર તો મુજ જીવનનું અવલંબન નથી.
આ પ્રણયની જો પરાકાષ્ઠા નહિ તો શું હશે?
ક્યાં નથી મારી નજર! ક્યાં આપનાં દર્શન નથી?
હોય છે સુખના સમયની એ હકીકત પણ ‘નઝર',
આખા જગમાં કોઈ જાણે આપણું દુશ્મન નથી.
aa sthiti kayam rahi to jiwwanun man nathi,
manawi jane ke kudaratanun hwe sarjan nathi!
am to chhe kalpnaman uDDayan akash par,
ne ahin to chalwane wastawik sadhan nathi
kani hajaro ‘ha ane ‘nana badha jhaghDa mahin,
tari ek ‘ha par to muj jiwananun awlamban nathi
a pranayni jo parakashtha nahi to shun hashe?
kyan nathi mari najar! kyan apnan darshan nathi?
hoy chhe sukhna samayni e hakikat pan ‘najhar,
akha jagman koi jane apanun dushman nathi

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 122)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ