praathnaamaan pharii nathii mangii - Ghazals | RekhtaGujarati

પ્રાર્થનામાં ફરી નથી માંગી

praathnaamaan pharii nathii mangii

શૈલેશ ગઢવી શૈલેશ ગઢવી
પ્રાર્થનામાં ફરી નથી માંગી
શૈલેશ ગઢવી

પ્રાર્થનામાં ફરી નથી માંગી,

મેં તને કરગરી, નથી માગી.

સાથ માંગ્યો છે સાત જન્મોનો,

તારી કંકોતરી નથી માંગી.

માત્ર સદ્ભાવની અપેક્ષા છે,

રીત પયગમ્બરી નથી માંગી.

જોઈએ એક ઓરડો રહેવા,

મેં ફકત ઓસરી નથી માંગી.

મ્યાનમાં હોવું પણ જરૂરી છે,

એકલી મેં છરી નથી માંગી.

માત્ર તારી ખોટ સાલે છે,

સ્વર્ગથી કંઈ પરી નથી માંગી.

સ્રોત

  • પુસ્તક : વિ-વિદ્યાનગર : ફેબ્રુઆરી ૨૦૨૬
  • સંપાદક : ચરોતર વિદ્યા મંડળ