potash jewo aajno aa wartaman chhe - Ghazals | RekhtaGujarati

પોટાશ જેવો આજનો આ વર્તમાન છે

potash jewo aajno aa wartaman chhe

અશોકપુરી ગોસ્વામી અશોકપુરી ગોસ્વામી
પોટાશ જેવો આજનો આ વર્તમાન છે
અશોકપુરી ગોસ્વામી

પોટાશ જેવો આજનો વર્તમાન છે,

—ને કમનસીબે આપણી રૂની દુકાન છે.

સંભવ નથી કે ઘર હવે તારું બચી શકે,

ભડકે બળેલી શેરીમાં તારું મકાન છે.

તારા વિશે તું સાવ બેફિકર કાં થઈ ગયો?

ઈલાજ કર પાગલ થયેલાં આંખકાન છે.

દંગલ કરીને દોસ્ત તું છટકી નહીં શકે,

મારી ગઝલનો દેહ જો લોહીલુહાણ છે.

અલ્લાહ છે મલ્લાહ તૂટેલી નાવનો,

સોંપી દીધેલું આપણે એને સુકાન છે.

સ્રોત

  • પુસ્તક : અર્થાત્ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : અશોકપુરી ગોસ્વામી
  • પ્રકાશક : કવિલોક પ્રકાશન
  • વર્ષ : 1990