poochh ene ke je shatayu chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પૂછ એને કે જે શતાયુ છે

poochh ene ke je shatayu chhe

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
પૂછ એને કે જે શતાયુ છે
મનોજ ખંડેરિયા

પૂછ એને કે જે શતાયુ છે;

કેટલું-ક્યારે-ક્યાં જિવાયું છે.

શ્રી ૧ા બારણે લખ્યા કર તું,

શબ્દથી બીજું શું સવાયું છે.

આંખમાં કીકી જેમ તું સાચવ,

આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે.

સત્યને કોણ ધારે જોયા કર,

કાં સુદર્શન છે, કાં અડાયું છે.

આપણો દેશ છે દશાનનનો,

આપણો માંહ્યલો જટાયુ છે.

કોઈનું ક્યાં થયું તે તારું થાય,

શાહીનું ટીપું તો પરાયું છે.

તારે કાજે ગઝલ મનોરંજન,

મારે માટે તો પ્રાણવાયુ છે.

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 284)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ