pichhun - Ghazals | RekhtaGujarati

ગગન સાથ લઈ ઊતરે ફરકતું

વિહંગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકવું પડે ત્યારે ભૂરી હવામાં

ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગુંજે વિહગનો

સૂનું આંગણું ભરી જાય પીછું

હૃદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે

કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઈ ડૂબે, જે

વિહગને ખર્યું સાંભરી જાય પીછું

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989