jiwwana aa badha kissa ane ewun badhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીવવાના આ બધા કિસ્સા અને એવું બધું

jiwwana aa badha kissa ane ewun badhun

હનીફ સાહિલ હનીફ સાહિલ
જીવવાના આ બધા કિસ્સા અને એવું બધું
હનીફ સાહિલ

જીવવાના બધા કિસ્સા અને એવું બધું

હાથ પથ્થર ટાંકણુ ઘટના અને એવું બધું

એક તારાથી સબંધિત યાદ છે સૂરખાબની

પીંછ પંખી આભ ને ટહુકા અને એવું બધું

આરસી પરથી પરાવર્તિત થવું અર્થાત્ કે

બૂમ ને પર્વત અને પડઘા અને એવું બધું

હું નગરના રક્તમાં પ્રસરી ગયેલી બીક છું

એટલે દહેશત અને અફવા અને એવું બધું

માર્ગમાં ભટકી ગયો પર્યાય મારા નામનો

હું હવે ચરણો અને પગલાં અને એવું બધું

સ્રોત

  • પુસ્તક : પર્યાય તારા નામનો (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સર્જક : હનીફ સાહિલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1985