aam chhandolayni pan shayad khabar paDshe tane - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને

aam chhandolayni pan shayad khabar paDshe tane

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને
ખલીલ ધનતેજવી

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,

એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.

લટા ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,

પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો માહિતગાર થઈ જા, પછી,

બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,

કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,

આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,

ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1995 (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1998