રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોફક્ત જાગી જા ત્યાગ રહેવા દે,
તુ બધે તારો ભાગ રહેવા દે.
જાય છે તો બધું જ લઈ જા, પણ
આ સ્મરણનો વિભાગ રહેવા દે.
ઢાંક ચહેરો ક્યાં તો બુઝાવ દીવો,
એક સ્થળે બે ચિરાગ રહેવા દે.
કોઈ વંટોળને કહી દો કે,
ફૂલ ઉપર પરાગ રહેવા દે.
તું હૃદયથી જ કામ લઈ લે બસ,
ચાહવામાં દિમાગ રહેવા દે.
આગ હૈયામાં લાગી હો તો લખ,
માત્ર લખવાની આગ રહેવા દે.
phakt jagi ja tyag rahewa de,
tu badhe taro bhag rahewa de
jay chhe to badhun ja lai ja, pan
a smaranno wibhag rahewa de
Dhank chahero kyan to bujhaw diwo,
ek sthle be chirag rahewa de
koi wantolne kahi do ke,
phool upar prag rahewa de
tun hridaythi ja kaam lai le bas,
chahwaman dimag rahewa de
ag haiyaman lagi ho to lakh,
matr lakhwani aag rahewa de
phakt jagi ja tyag rahewa de,
tu badhe taro bhag rahewa de
jay chhe to badhun ja lai ja, pan
a smaranno wibhag rahewa de
Dhank chahero kyan to bujhaw diwo,
ek sthle be chirag rahewa de
koi wantolne kahi do ke,
phool upar prag rahewa de
tun hridaythi ja kaam lai le bas,
chahwaman dimag rahewa de
ag haiyaman lagi ho to lakh,
matr lakhwani aag rahewa de
સ્રોત
- પુસ્તક : ગઝલ ગરિમા ૨૦૧૧ (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : પંકજ શાહ
- પ્રકાશક : 'હલક' ફાઉન્ડેશન
- વર્ષ : 2013