રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું જે ક્ષણે પીછું મટી પંખી થયો પિંજર બન્યો
આકાશને અડવા ગયો તો ઘર તણો ઉંબર બન્યો
સાદી સરળ એ વાતનો રસ્તો મળ્યો ના ક્યાંય પણ
ભૂલો પડી જંગલ થયો, થીજી ગયો ડુંગર બન્યો
મારા ચરણ મારાં હરણ છોડી ગયા જ્યાં જ્યાં મને
હે મત્સ્યવેધી આંખ તું બતલાવ ક્યાં અવસર બન્યો
પાગલ નદી આવી ચડી ને ચાંદની ભરપૂર થઈ
હું રેતરણનો મૃત પવન, બસ ત્યારથી સાગર બન્યો
ખુશ્બૂ બધી વહેંચી અને ગજવાં ભરી ચાલ્યા ગયા
હું પૂછતાં ભૂલી ગયો ક્યાં ફૂલનું અત્તર બન્યો
ધુમ્મસ લઈ રડતા હતા જે સાંજવેળાએ મને
એ સર્વને ખુશ રાખવા હું એક પળ ઈશ્વર બન્યો!
hun je kshne pichhun mati pankhi thayo pinjar banyo
akashne aDwa gayo to ghar tano umbar banyo
sadi saral e watno rasto malyo na kyanya pan
bhulo paDi jangal thayo, thiji gayo Dungar banyo
mara charan maran haran chhoDi gaya jyan jyan mane
he matsywedhi aankh tun batlaw kyan awsar banyo
pagal nadi aawi chaDi ne chandni bharpur thai
hun retaranno mrit pawan, bas tyarthi sagar banyo
khushbu badhi wahenchi ane gajwan bhari chalya gaya
hun puchhtan bhuli gayo kyan phulanun attar banyo
dhummas lai raDta hata je sanjwelaye mane
e sarwne khush rakhwa hun ek pal ishwar banyo!

સ્રોત
- પુસ્તક : અગ્નિપુંજ (પૃષ્ઠ ક્રમાંક 68)
- સર્જક : મહેન્દ્ર જોશી
- પ્રકાશક : વ્યંજના (સાહિત્યિક અભિગમની સંસ્થા)
- વર્ષ : 2000