રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?
ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહેરો — આ હાવભાવ શું છે?
લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?
પર્વતને ઊંચકુ પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?
પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે?
ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?
ફંગોળી જોઉં શબ્દો ને મૌન ને ફગાવું —
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે?
હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છ્વાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે?
kiDi sami kshnoni aa awjaw shun chhe?
marun swarup shun chhe, maro swbhaw shun chhe?
rituona rang shun chhe, phuloni gandh shun chhe?
lagni, lagaw, lahero — aa hawbhaw shun chhe?
layne khabar nathi kain, akar pan awachak,
shun chhe ramat pawanni, Dalino daw shun chhe?
parwatne unchaku pan pampan na unchkati,
a ghen jewun shun chhe, aa kari ghaw shun chhe?
panini wachche prajle, kajle kalikliman,
eno ilaj shun chhe, aano bachaw shun chhe?
chinta nathi kashi pan namna najumi, kahi de,
hamnan hatheli manhe aa dhupchhanw shun chhe?
phangoli joun shabdo ne maun ne phagawun —
nirkhi shakun jo shun chhe howun, abhaw shun chhe?
har shwas jyan jaine uchchhwasne male chhe,
sthal jewunye nathi to jhalhal paDaw shun chhe?

સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 127)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989