dhime gati pakaDto, pankho phari rahyo chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધીમે ગતિ પકડતો, પંખો ફરી રહ્યો છે

dhime gati pakaDto, pankho phari rahyo chhe

જાતુષ જોશી જાતુષ જોશી
ધીમે ગતિ પકડતો, પંખો ફરી રહ્યો છે
જાતુષ જોશી

ધીમે ગતિ પકડતો, પંખો ફરી રહ્યો છે,

રોજે પવનને નડતો, પંખો ફરી રહ્યો છે.

પંખાના ભાગ્યમાં બસ ત્રણ પાંખિયાં લખાયાં,

લઈ પાંખિયાં લટકતો, પંખો ફરી રહ્યો છે.

શહેરમાં નિરંતર ફરતું રહે બધું પણ,

પંખો કદી ફરતો, પંખો ફરી રહ્યો છે.

ક્યારેક થાક લાગે તો પણ કરી શકે શું?

‘ખટ્ ખટ્’ કશું બબડતો, પંખો ફરી રહ્યો છે.

પંખા વિષે વધારે ઇતિહાસ કૈં કહે ના,

ઉલ્લેખ છે અછડતો : ‘પંખો ફરી રહ્યો છે’

સ્રોત

  • પુસ્તક : પશ્યંતીની પેલે પાર (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : જાતુષ જોશી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2011