રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએમ નહિ કે નામ નભમાં ગાજતું કરવું હતું
em nahi ke nam nabhman gajatun karawun hatun
એમ નહિ કે નામ નભમાં ગાજતું કરવું હતું
આપણે તો આ નગરને વાંચતું કરવું હતું
એટલે તો ગટગટાવ્યું મોકલ્યું જે એમણે
સોમ કે સોમલ બધુંયે ભાવતું કરવું હતું
હોઠ છો કૈં ના કહે પણ આંખ સમજે એટલું –
ગુપ્ત રાખી શું કરું જેને છતું કરવું હતું
બંદગી, પૂજા, નમાજો, મંત્રજપ, જાત્રા કે હજ
કોઈ પણ રીતે ગગનમા પહોંચતું કરવું હતું
આવશે વાંછટ છતાંયે બારણાં-બારી ખૂલ્યાં
આંધળા ઘરને ફરીથી દેખતું કરવું હતું
ગાંઠ ખીલેથી વછોડી લઈ ગયા ડેલી સુધી
પત્ર આવે ત્યાં જ ફળિયું દોડતું કરવું હતું
એમ નહિ કે બસ ગઝલમાં રાચતું કરવું હતું
આપણે તો આ નગરને નાચતું કરવું હતું
em nahi ke nam nabhman gajatun karawun hatun
apne to aa nagarne wanchatun karawun hatun
etle to gatagtawyun mokalyun je emne
som ke somal badhunye bhawatun karawun hatun
hoth chho kain na kahe pan aankh samje etalun –
gupt rakhi shun karun jene chhatun karawun hatun
bandagi, puja, namajo, mantrjap, jatra ke haj
koi pan rite gaganma pahonchatun karawun hatun
awshe wanchhat chhatanye barnan bari khulyan
andhla gharne pharithi dekhatun karawun hatun
ganth khilethi wachhoDi lai gaya Deli sudhi
patr aawe tyan ja phaliyun doDatun karawun hatun
em nahi ke bas gajhalman rachatun karawun hatun
apne to aa nagarne nachatun karawun hatun

સ્રોત
- પુસ્તક : ગરાસ (પૃષ્ઠ ક્રમાંક 38)
- સર્જક : ડૉ. નીરજ મહેતા
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2014