patraamaan saanjnii dashaa lakh maa - Ghazals | RekhtaGujarati

પત્રમાં સાંજની દશા લખ મા

patraamaan saanjnii dashaa lakh maa

હરેશ 'તથાગત' હરેશ 'તથાગત'
પત્રમાં સાંજની દશા લખ મા
હરેશ 'તથાગત'

પત્રમાં સાંજની દશા લખ મા,

દોસ્ત, મારી મને કથા લખ મા!

રૂપ સીધું એમનું વર્ણવ,

કેમ મ્હેકી ઊઠી હવા, લખ મા!

કાગળે છોડ સ્થાન ખાલી, પણ,

કોઈને નામ બદદુવા લખ મા!

લ્હેર એકાદ ભૂંસશે આવી,

કોઈનું નામ રેતમાં લખ મા!

ફૂલ દીધું મેં એના બદલામાં,

તર્ક તું આમ અટપટા લખ મા!

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999