paththro bole to bolawi juo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પથ્થરો બોલે તો બોલાવી જુઓ

paththro bole to bolawi juo

શ્યામ સાધુ શ્યામ સાધુ
પથ્થરો બોલે તો બોલાવી જુઓ
શ્યામ સાધુ

પથ્થરો બોલે તો બોલાવી જુઓ,

શક્યતાનાં દ્વાર ખખડાવી જુઓ.

સહુ પવનની જેમ તો આવી મળે,

વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ

સાવ બાળકના સમું છે નગર,

કોઈ પણ આવીને લલચાવી જુઓ.

કાચબો કહેતાં સમય જો સાંભરે,

રેતની શીશીને ઊલટાવી જુઓ.

આયનામાં સહુ અહીં ઝીલાય છે,

કોઈને આંખોમાં ચીતરાવી જુઓ.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008