પર તૂ નહીં/પણ તું નથી
par tuu nahiin/pan tun nathii
ભગવતીકુમાર શર્મા
Bhagwatikumar Sharma

चांद से लिपटी हुई सी रात है, पर तू नहीं,
ફૂલના હોઠેય તારી વાત છે, પણ તું નથી.
આપણાં બંનેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે?
हर तरफ बरसात ही बरसात है, पर तू नही.
मौसमे-बारिश में कश्ती को डुबोना चाहिये,
પત્રરૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી.
આંગણાની ચિરપ્રતીક્ષાની કસોટી છે સતત,
तेरे नक्शे-पा के इम्कानात हैं, पर तू नहीं.
है जमीं बंजर मगर यादों की हरियाली भी है,
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી.
ઠીબમાં સારેલ અશ્રુ પીવા ઊડી આવતાં,
पंछी की आवाज में नग्मात हैं, पर तू नहीं.
बोज आहों का अकेला मैं उठा सकता नहीं,
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નથી.



સ્રોત
- પુસ્તક : શબ્દનું સાત ભવનું લેણું છે (પૃષ્ઠ ક્રમાંક 94)
- સંપાદક : રવીન્દ્ર પારેખ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2009