wicharo nirankush jawa aawwa de - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિચારો નિરંકુશ જવા આવવા દે

wicharo nirankush jawa aawwa de

હેમેન શાહ હેમેન શાહ
વિચારો નિરંકુશ જવા આવવા દે
હેમેન શાહ

વિચારો નિરંકુશ જવા આવવા દે,

અજાણી દિશાથી હવા આવવા દે.

તું રેખાઓ દોરી ને રંગો જતા કર,

વરસાદને પૂરવા આવવા દે.

કદી મુક્ત મનથી તો ખડખડ હસી પડ,

કદી નીચે ઉન્નત ભવાં આવવા દે.

નથી આભ બદલી શકાતું, માન્યું,

જરા પંખીઓ તો નવાં આવવા દે.

બધે નામ-સરનામું જાહેર ના કર,

જગતને પછી પૂછવા આવવા દે.

સ્રોત

  • પુસ્તક : આખરે ઊકલ્યા જો અક્ષર (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : હેમેન શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2012