pankhio hawaman chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પંખીઓ હવામાં છે

pankhio hawaman chhe

ચિનુ મોદી ચિનુ મોદી
પંખીઓ હવામાં છે
ચિનુ મોદી

પંખીઓ હવામાં છે

એકદમ મઝામાં છે.

પાંખ કેમ ના વીંઝે?

આભ સરભરામાં છે.

વૃક્ષ યાદ આવે છે?

જીવ પાંદડામાં છે?

શોધ શોધ ટહુકાઓ

ક્યાંક આટલામાં છે.

કૈંક પંખી મારામાં

એક-બે બધાંમાં છે.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012