રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે!
દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહિંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે.
પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય! બોલો કે આ કેવી ઘડી છે.
આવ મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે.
ઓ નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?
kyank jharnani udasi paththro wachche paDi chhe,
kyank tari yadni mosam raDi chhe!
dost, mrigajalni katha wachche tame chho,
a juo ahinyan taras, tyan wadli unche chaDi chhe
pankhiona geet jewi ek ichchha talawle chhe,
o hriday! bolo ke aa kewi ghaDi chhe
aw mara reshmi diwsona karan,
jindgi jene kahe chhe e ahin thebe chaDi chhe
o nagarjan! hun ajanya deshno thakyo prawasi,
lagni name haweli kyan khaDi chhe?

સ્રોત
- પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 83)
- સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
- પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
- વર્ષ : 2021