aa dishaonun chhe howathi wadhu kartawya shun? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ દિશાઓનું છે હોવાથી વધુ કર્તવ્ય શું?

aa dishaonun chhe howathi wadhu kartawya shun?

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
આ દિશાઓનું છે હોવાથી વધુ કર્તવ્ય શું?
મુકુલ ચોક્સી

દિશાઓનું છે હોવાથી વધુ કર્તવ્ય શું?

શ્વાસને નૈઋત્ય શું ને ઘાસને વાયવ્ય શું?

ઊડવાની બાદ કરીએ તો બીજી બાની મહીં,

પંખીઓ આપી શકે પીંછા વિશે વક્તવ્ય શું?

સાવ નિસ્પૃહ સૂરજ-ચંદ્રને ક્યાંથી ખબર,

સાંજનું કૌમાર્ય શું ને રાતનું વૈધવ્ય શું?

અશ્રુ જેને મન નીચોવાઈ ગયેલું સ્વર્ગ છે;

હોય રેતીનું ચોમાસા વિશે મંતવ્ય શું?

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001