pankhar joi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પાનખર જોઈ

pankhar joi

ચંદ્ર પરમાર ચંદ્ર પરમાર
પાનખર જોઈ
ચંદ્ર પરમાર

અહીં ઊંચી નજર જોઈ તહીં નીચી નજર જોઈ,

અમે તો બેય આલમને હંમેશાં બેખબર જોઈ.

ખુદાની મહેરબાની તો અમે જોયા વગર જોઈ,

અમારા આગમન પૂર્વે અમારી અહીં અસર જોઈ.

જીવનમાં એમ મૃત્યુની અમે ઊંડી અસર જોઈ,

ખીલેલી પાનમાં રેખા, ખીલેલી પાનખર જોઈ.

ભલે ને ભાગ્યવશ ઉન્નત બની હરખાય છે કોઈ,

હતી જે ધૂળ શિખરે રખડતી દરબદર જોઈ.

કટોરો ચંદ્રનો તારક મઢેલો આપ શું લાવ્યા!

હવે પીશું તો બસ પીશું ઝહર સાચું ઝહર જોઈ.

સુમનની જેમ મહેકીને ગયા છો શું પવન-પાંખે!

અમે ખ્વાબની દુનિયા નયન બીડ્યા વગર જોઈ.

જીવનનો બોજ પણ ત્યાગી ફકત હું રૂપ જોતો'તો,

અજબ ખ્વાબની દુનિયા નયન બીડ્યા વગર જોઈ.

સદા અવતાર લે છે જ્યાં સિતારા 'ચંદ્ર' ને સૂરજ,

પ્રવાસી કેમ ના આવે, નયન જેવું નગર જોઈ!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4