joi lidhi khushi, wyatha wethi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી

joi lidhi khushi, wyatha wethi

હેમંત પુણેકર હેમંત પુણેકર
જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી
હેમંત પુણેકર

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી

તોય ક્યાં જિંદગીની ગડ બેઠી?

ભોંય ભેગો ભલે થયો છું હું

હજી હિમ્મત નથી પડી હેઠી

સૌનાં જીવનનાં પ્રશ્નપત્ર અલગ

એમાં ચાલે નહીં નકલ બેઠી

મન છલોછલ છે એની યાદોથી

એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો થયો

ઋતુ બદલાઈ, પાનખર બેઠી

સ્રોત

  • પુસ્તક : કાગળની નાવ (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : હેમંત પુણેકર
  • પ્રકાશક : Zen Opus
  • વર્ષ : 2022