ek manas harwano wartana antman - Ghazals | RekhtaGujarati

એક માણસ હારવાનો વારતાના અંતમાં

ek manas harwano wartana antman

દિનેશ કાનાણી દિનેશ કાનાણી
એક માણસ હારવાનો વારતાના અંતમાં
દિનેશ કાનાણી

એક માણસ હારવાનો વારતાના અંતમાં,

હું દિલાસો આપવાનો વારતાના અંતમાં.

સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,

હું પુરાવા માગવાનો વારતાના અંતમાં.

પાનખરની કેટલી થઈ છે અસર શોધવા,

ડાળ લીલી કાપવાનો વારતાના અંતમાં.

હું તમારી જીતનો હિમાયતી છું એટલે,

સાથ કાયમ આપવાનો વારતાના અંતમાં.

કોણ મારા શ્વાસનો હકદાર છે જાણવા,

રાત આખી જાગવાનો વારતાના અંતમાં.

જિંદગીભર આપતા આવ્યાં છો જાકારો ભલે,

હું તમારો લાગવાનો વારતાના અંતમાં.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006