રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબળેલ જીવને બાળીને આપણે મળીએ;
જતી રહી હો દીવાળી, ને આપણે મળીએ.
ગગન સમું તો હવે ક્યાં ઉભયને કાજ રહ્યું?
બીજે જ બીજ નિહાળીને આપણે મળીએ.
બધાં જ આપણાં દર્પણ હવે સલામત ક્યાં?
કે એકમેકને ભાળીને આપણે મળીએ!
સુકામણા હવે સંબંધ જો સહી ન શકે,
તો પાંપણોને પલાળીને આપણે મળીએ.
સમયનુ વસ્ત્ર ચઢયું ચાળણીને ચાળે છે,
વધેલ શ્વાસને ગાળીને આપણે મળીએ.
વિધિએ સ્વપ્ન સમો પણ વિકલ્પ રાખ્યો છે,
મિલનની ટેવને ટાળીને આપણે મળીએ.
ખમો ખમો હે વિરહરાત કેરા ભણકારા!
વળાંકે સાંજને વાળીને આપણે મળીએ.
આ પાનખરનું ‘ગની', કોઈ તો હશે રક્ષક,
નવા જ ક્ષેત્રના માળીને આપણે મળીએ.
balel jiwne baline aapne maliye;
jati rahi ho diwali, ne aapne maliye
gagan samun to hwe kyan ubhayne kaj rahyun?
bije ja beej nihaline aapne maliye
badhan ja apnan darpan hwe salamat kyan?
ke ekmekne bhaline aapne maliye!
sukamna hwe sambandh jo sahi na shake,
to pampnone palaline aapne maliye
samayanu wastra chaDhayun chalnine chale chhe,
wadhel shwasne galine aapne maliye
widhiye swapn samo pan wikalp rakhyo chhe,
milanni tewne taline aapne maliye
khamo khamo he wirahrat kera bhankara!
walanke sanjne waline aapne maliye
a panakharanun ‘gani, koi to hashe rakshak,
nawa ja kshetrna maline aapne maliye
balel jiwne baline aapne maliye;
jati rahi ho diwali, ne aapne maliye
gagan samun to hwe kyan ubhayne kaj rahyun?
bije ja beej nihaline aapne maliye
badhan ja apnan darpan hwe salamat kyan?
ke ekmekne bhaline aapne maliye!
sukamna hwe sambandh jo sahi na shake,
to pampnone palaline aapne maliye
samayanu wastra chaDhayun chalnine chale chhe,
wadhel shwasne galine aapne maliye
widhiye swapn samo pan wikalp rakhyo chhe,
milanni tewne taline aapne maliye
khamo khamo he wirahrat kera bhankara!
walanke sanjne waline aapne maliye
a panakharanun ‘gani, koi to hashe rakshak,
nawa ja kshetrna maline aapne maliye
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 91)
- સંપાદક : જયંત પાઠક
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1981