sau pratham to kyan jawun chhe? etalun nakki karo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૌ પ્રથમ તો ક્યાં જવું છે? એટલું નક્કી કરો

sau pratham to kyan jawun chhe? etalun nakki karo

ગૌરાંગ ઠાકર ગૌરાંગ ઠાકર
સૌ પ્રથમ તો ક્યાં જવું છે? એટલું નક્કી કરો
ગૌરાંગ ઠાકર

સૌ પ્રથમ તો ક્યાં જવું છે? એટલું નક્કી કરો.

બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીએ તોય ચાલે જિંદગી,

ક્યાં સુધી બેસવું છે? એટલું નક્કી કરો.

કોઈની નજદીક આવ્યો છો, પરંતુ આટલા!!!

તાપવું કે દાઝવું છે? એટલું નક્કી કરો.

હર-જનમમાં કોણ બીજું આપણી અંદર રહે

વખત જામવું છે? એટલું નક્કી કરો.

છે તરાપો, છે હલેસાં ને ભરોસો છે, છતાં,

જળમાં પાણી કેટલું છે? એટલું નક્કી કરો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2014 (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : કિશોરસિંહ સોલંકી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2017