joyun to warsad paDe chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જોયું તો વરસાદ પડે છે

joyun to warsad paDe chhe

ભાગ્યેશ જહા ભાગ્યેશ જહા
જોયું તો વરસાદ પડે છે
ભાગ્યેશ જહા

ખોલ્યું મનનું બારણું ત્યાં તો જોયું તો વરસાદ પડે છે,

કોરા દિવસો ભડભડ પલળે, જોયું તો વરસાદ પડે છે.

મારી પાછળ, પાછળ, પાછળ, પાછળ ઊભી કાગળ હોડી,

બાળપણાનું તરે તુંબડું જોયું તો વરસાદ પડે છે.

ભીના ચકલા-ચકલી ઠેલે, ઝાડની પાંખો ફરકે રે,

અને લીલું એક પાન ફૂટે ને જોયું તો વરસાદ પડે છે.

ધાધુડામાં ધાબુ ધબકે, બારી થઈ વરણાગી છે,

અંધારાનો વહે લિસોટો, જોયું તો વરસાદ પડે છે.

કબૂતરોએ કહ્યું કશું ને કાબર-ચકલી મૌન ચણે છે,

પાણીની જાળી ખખડે છે, જોયું તો વરસાદ પડે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2011 (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : યૉસેફ મેકવાન
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012