pane bagman je chameli chhe santo - Ghazals | RekhtaGujarati

પણે બાગમાં જે ચમેલી છે સંતો

pane bagman je chameli chhe santo

સંદીપ ભાટિયા સંદીપ ભાટિયા
પણે બાગમાં જે ચમેલી છે સંતો
સંદીપ ભાટિયા

પણે બાગમાં જે ચમેલી છે સંતો,

અમારા હૃદયમાં ટહેલી છે સંતો.

બગીચાના ઝાંપાઓ સઠિયાઈ ગ્યા છે,

મહેક આજ વંઠી ગયેલી છે સંતો.

ફરી આભ ખોભો ભરી તેજ લાવ્યું,

તિમિર સાવ કાણી તપેલી છે સંતો.

જુઓ ઝૂંપડી પર પડે ઝીણો તડકો,

અહીં સાંજ સોને મઢેલી છે સંતો.

હજી ભીંત કેવળ વિષય કલ્પનાનો,

અમે ભીંતને ક્યાં અઢેલી છે સંતો.

સ્રોત

  • પુસ્તક : વસંતવૈભવ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય
  • વર્ષ : 2006