ન ઊગ્યાં'તાં સુમન પહેલાં, ન ખીલ્યું'તું ચમન પહેલાં,
પ્રફુલ્લિત ક્યાં હતું વિણ પ્રેમ મુજ વેરાન મન પહેલાં!
ખુશી કો' આવવાની હોય છે જો મારા જીવનમાં,
મજા લેવા ખુશીની હું કરી લઉં છું રુદન પહેલાં..
બધા એવા નમન કરનારમાં નરમી નથી હોતી,
હસીને જે કરે છે સર્વને મળતાં નમન પહેલાં.
કદમ મારાં ઊપડ્યાં છે હવે તો મોત કે મંજિલ,
રહ્યું જોવું જ કે થાયે છે કોનું આગમન પહેલાં!
મરણ પણ જિંદગી થૈને રહે તારું જગતભરમાં,
મરણ શોભાવવા માટે બનાવી લે જીવન પહેલાં.
અરે! આ જિંદગી, આ જગ ને આ સંજોગ, શું કહીએ?
હતો આઝાદ હું નિજ આત્મ ને દેહના મિલન પહેલાં.
સમૂહગત જો કરી દેવા ચહે તું જિંદગીને તો—
સજાવી લે ગુણોથી તુજ હૃદયની અંજુમન પહેલાં.
આ દુનિયાનાં જ પાપો છે અને એથી જ દુનિયાનું,
નથી એવું હવે, જેવું હતું હસતું વદન પહેલાં.
ન ખાતે ઠોકરો ઇચ્છા તણી તું આમ, દિલ મારા!
ટકાવી ઉન્નતિ તેં હોત જો તારી, પતન પહેલાં.
નિયમ છે રાત પાછળ દિન, નિયમ છે શોક પાછળ હર્ષ,
યદિ તું ચાહે છે હસવું તો કર અશ્રુવહન પહેલાં.
યુવાની આવતાં આવી હજારો રંગની ઇચ્છા,
નહીં ખીલી હતી એવી હૃદયની અંજુમન પહેલાં.
ન ડર એના થકી દિલ તું, કસોટી કાજ એ તુજ પર,
દયા દેખાડવા માટે કરી લે છે દમન પહેલાં.
જનારો એ કદી પણ કષ્ટથી પાછળ નથી પડતો,
અમલ કરવાની પહેલાં જે કરી લે છે મનન પહેલાં.
ફરે છે કાળનાં ચક્રો અને ક્રાંતિ થતી રે' છે,
બને છે ગુલશનો જ્યાં કોઈ દિ' હોયે છે વન પહેલાં.
સમજતાં'તાં મનુષ્યોને મનુષ્યો, એ મનુષ્યો તો,
થયાં શું વિશ્વજન હમણાં, હતાં શું વિશ્વજન પહેલાં!
થયું તેનું નથી દુઃખ, હું રડું છું માણસાઈ પર,
હતું ફરવું જ તો એને ન દેવું'તું વચન પહેલાં.
તૃષા સાગરથી છિપાતી નથી મારી હવે, સાકી!
બહુ સારું થતે, કરતે નહીં જો આચમન પહેલાં!
કળી જોકે હસે છે, પણ કળા હસવા તણી ક્યાં છે!
નિહાળી લેત હસવા આપનું હસતું વદન પહેલાં.
'સગીર' એના દિલાસામાં છુપાઈ છે અદાવત પણ,
મને એ ઘાવ કરવાને દિયે છે સાંત્વન પહેલાં.
na ugyantan suman pahelan, na khilyuntun chaman pahelan,
praphullit kyan hatun win prem muj weran man pahelan!
khushi ko awwani hoy chhe jo mara jiwanman,
maja lewa khushini hun kari laun chhun rudan pahelan
badha ewa naman karnarman narmi nathi hoti,
hasine je kare chhe sarwne maltan naman pahelan
kadam maran upaDyan chhe hwe to mot ke manjil,
rahyun jowun ja ke thaye chhe konun agaman pahelan!
maran pan jindgi thaine rahe tarun jagatabharman,
maran shobhawwa mate banawi le jiwan pahelan
are! aa jindgi, aa jag ne aa sanjog, shun kahiye?
hato ajhad hun nij aatm ne dehna milan pahelan
samuhgat jo kari dewa chahe tun jindgine to—
sajawi le gunothi tuj hridayni anjuman pahelan
a duniyanan ja papo chhe ane ethi ja duniyanun,
nathi ewun hwe, jewun hatun hasatun wadan pahelan
na khate thokro ichchha tani tun aam, dil mara!
takawi unnati ten hot jo tari, patan pahelan
niyam chhe raat pachhal din, niyam chhe shok pachhal harsh,
yadi tun chahe chhe hasawun to kar ashruwhan pahelan
yuwani awtan aawi hajaro rangni ichchha,
nahin khili hati ewi hridayni anjuman pahelan
na Dar ena thaki dil tun, kasoti kaj e tuj par,
daya dekhaDwa mate kari le chhe daman pahelan
janaro e kadi pan kashtthi pachhal nathi paDto,
amal karwani pahelan je kari le chhe manan pahelan
phare chhe kalnan chakro ane kranti thati re chhe,
bane chhe gulashno jyan koi di hoye chhe wan pahelan
samajtantan manushyone manushyo, e manushyo to,
thayan shun wishwjan hamnan, hatan shun wishwjan pahelan!
thayun tenun nathi dukha, hun raDun chhun mansai par,
hatun pharawun ja to ene na dewuntun wachan pahelan
trisha sagarthi chhipati nathi mari hwe, saki!
bahu sarun thate, karte nahin jo achaman pahelan!
kali joke hase chhe, pan kala haswa tani kyan chhe!
nihali let haswa apanun hasatun wadan pahelan
sagir ena dilasaman chhupai chhe adawat pan,
mane e ghaw karwane diye chhe santwan pahelan

અંજુમન : સભા, મિજલસ
સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 1961