kyank paDchhayo paDe chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યાંક પડછાયો પડે છે

kyank paDchhayo paDe chhe

ચિનુ મોદી ચિનુ મોદી
ક્યાંક પડછાયો પડે છે
ચિનુ મોદી

ક્યાંક પડછાયો પડે છે, ક્યાંક ઊભો દેહ દ્રઢ

હું મને હંમેશ કહેતો : આવ સામે, ચાલ લઢ.

અંધકારે બંધ મુઠ્ઠીમાં ચણોઠી રાખીને

પ્રવાસીજીવ મારા! ચાલવાની છોડ રઢ.

એક લીલાઝાડ પર તૂટી પડેલી વીજળી!

હું હજી જીવી રહ્યો છું, જા, ફરી આકાશ ચઢ.

બાતમી મળતી નથી લેબાસ બદલાયા પછી

સાત જન્મોની કથાનો હું નાયક, નામ : ઢ.

પાણી, ખારાં પાણી છે, એનો ભરોસો ક્યાં કર્યો?

એય આંખોનાં સગાં છે, તોડશે ઇર્શાદગઢ.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012