પછી નિત સમયના અભાવમાં મારું બેસવું મારું ઊઠવું
pachhi nit samayna abhawman marun besawun marun uthawun

તને યાદ છે? તારા મૌનમાં મારું ક્યાંક આવીને બોલવું
હવે કોઈ સંભવ છે નહીં મારા શ્વાસ તારો મજારમાં
તને મેં તજ્યા પછી કોઈનું અહીં વ્યર્થ આવીને ખોળવું
મારી મુક્તિ માટેના જે હતા તારા એ પ્રયાસોને શું કહું?
હતું એક ચકલીનું ચાંચથી કોઈ જેલ સળિયાનું તોડવું
હજુ શબ્દ આવે છે શોધતા હુજુ હુંય શોધું છું શબ્દને
હજુ સંભવિત તો જણાય છે મારું તરા ઘર સુધી પહોંચવું
મને એ મિલનની ક્ષણો વિષે રહ્યું યાદ કેવળ આટલું
તારું સાવ ધીમેથી આવવું તારું બે કમાડોનું ખોલવું.
pachhi nit samayna abhawman marun besawun marun uthawun
tane yaad chhe? tara maunman marun kyank awine bolawun
hwe koi sambhaw chhe nahin mara shwas taro majarman
tane mein tajya pachhi koinun ahin wyarth awine kholawun
mari mukti matena je hata tara e pryasone shun kahun?
hatun ek chaklinun chanchthi koi jel saliyanun toDawun
haju shabd aawe chhe shodhta huju hunya shodhun chhun shabdne
haju sambhwit to janay chhe marun tara ghar sudhi pahonchawun
mane e milanni kshno wishe rahyun yaad kewal atalun
tarun saw dhimethi awawun tarun be kamaDonun kholawun

સ્રોત
- પુસ્તક : તારા નગરમાં (પૃષ્ઠ ક્રમાંક 78)
- સર્જક : હરકિશન જોષી
- પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
- વર્ષ : 1980