toran je utaro chho, e lilun to nathi ne? - Ghazals | RekhtaGujarati

તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથી ને?

toran je utaro chho, e lilun to nathi ne?

વિવેક કાણે વિવેક કાણે
તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથી ને?
વિવેક કાણે

તોરણ જે ઉતારો છો, લીલું તો નથી ને?

સંકેલો છો જે સ્વપ્ન, ભીનું તો નથી ને?

મોડસઑપરેન્ડી તો એની છે નક્કી

હથિયાર કતલનું જુઓ પીછું તો નથી ને?

સરખું છે અમારું, કે તમારું, કે બધાનું

દુઃખોનું તપાસો, કોઈ બીબું તો નથી ને?

નીકળ્યા કરે નિત્ય નવાં સ્વપ્ન નિરંતર

પલકોની પછીતે કોઈ ખિસ્સું તો નથી ને?

જન્મ્યા, અને જીવ્યા, ને પછી મોતને ભેટ્યા

આયુષ્ય ‘સહજ’, એટલું સીધું તો નથી ને?

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.