રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રભુ પરખ્યા હૃદે જેણે, ફરે ભમતો જગે શાને?
પીધું આકંઠ અમૃત તે કરે કાંજી વૃથા શાને? ટેક.
મળી વટવૃક્ષની છાયા, નિદાઘે તાડ કાં ઢૂંઢે?
ભર્યા કોઠાર રત્નોના ગૃહે, કાં પથ્થરો ફોડે? પ્રભુ૦ ૧
ગૃહે સુરધેનુ કાં દોડે ગૃહોગૃહ તક્રને માટે?
વહે ગંગા નિજાંગણમાં, ભમે રુએ એ શા માટે? પ્રભુ૦ ર
શરદપૂનમ તણી રાતે, અકર્મી આગિયો ખોળે?
થવા ઉજાસ અંગણમાં, બપોરે દીપ પ્રજ્વાળે! પ્રભુ૦ ૩
ન શોધે મોર ચિતારો, કદી પિક 'રંગ' તંબૂરો;
કૃતાકૃતથી પરે બેસી, નિહાળે ખલ્કને રો રો! પ્રભુ૦ ૪
ખુશામત માળીની કદી ના કરે વસંત વનમાળી!
નિજાનંદે ફરે અવધૂત, દઈને મોતને તાળી! પ્રભુ૦ પ
prabhu parakhya hride jene, phare bhamto jage shane?
pidhun akanth amrit te kare kanji writha shane? tek
mali watwrikshni chhaya, nidaghe taD kan DhunDhe?
bharya kothar ratnona grihe, kan paththro phoDe? prabhu0 1
grihe surdhenu kan doDe grihogrih takrne mate?
wahe ganga nijanganman, bhame rue e sha mate? prabhu0 ra
sharadpunam tani rate, akarmi agiyo khole?
thawa ujas anganman, bapore deep prajwale! prabhu0 3
na shodhe mor chitaro, kadi pik rang tamburo;
kritakritthi pare besi, nihale khalkne ro ro! prabhu0 4
khushamat malini kadi na kare wasant wanmali!
nijanande phare awadhut, daine motne tali! prabhu0 pa

સ્રોત
- પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 107)
- સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1942