રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાકી, જે શરાબ મને દીધો દિલદારને દીધો નહીં;
સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ય ચડ્યો નહીં.
મુજ ચશ્મમાં ચરખો ફરે, કદમે બદન લથડી પડે;
દિલદાર તો મલક્યા કરે, નકી યારને પાયો નહીં.
આશક અને માશૂકને, પાવો એક જામે ને સીસે;
પાવો એક હાથે સાકીએ, ઈન્સાફ તેં કીધો નહીં.
મારી ગઈ શરમે બધી, દિલદાર હુજ્ર્ મહીં હજી;
તારી બની ખાલી સીસી, પાવાય તેં રાખ્યો નહીં.
સરખાં બને બન્ને જરા, ત્યાં તો શરાબીની મઝા;
ઊલટી કરી તેં તો સજા, નયને સનમ ખેલી નહીં.
મુજ ખૂન આ કૂદી રહે, દિલદારનું થંડું બને;
મુજને ચડે ત્યાં ઊતરે, કાંઈ મઝા આવી નહીં.
આ રાત પહેલી વસ્લની, માશૂકના ઈન્કારની;
ત્યાં બેવકૂફી તેં કરી, તુજ જામ કાં ફૂટ્યું નહીં?
ના રોશની ગાલે ચડી, જરી ના લબે સુરખી પડી;
ઘેરી બની ના આંખડી, દિલ યારનું જામ્યું નહીં.
આ પહોર ચાર જ રાતના, કંઈ વાયદા વીત્યે મળ્યા;
કંઈ હોંશથી જિગરે જડ્યા, તેની કદર તુંને નહીં.
ના ખેંચ આશક તો કરે, માશૂકને પાવો પડે;
ના સાકીએ પીવો ઘટે, તેં કાયદો પાળ્યો નહીં.
જોઈ સનમને રૂબરૂ, ઘેલો હતો પૂરો જ હું;
પાયો ફરી, પીતો ય તું, પણ યારને પાયો નહીં.
આ વાય ફજ્ર તણી હવા, મુજ રાત વીતી મુફતમાં;
દિલદાર આ ઊઠે જવા, એ બે સુખન બોલી નહીં.
જો આવશે કો દી સનમ, તો લાવશે આંહીં કદમ;
તું રાખજે ભાઈ, રહમ; ગફલત ઘટે આવી નહીં.
saki, je sharab mane didho dildarne didho nahin;
saki, je nasho mujne chaDyo dildarne ya chaDyo nahin
muj chashmman charkho phare, kadme badan lathDi paDe;
dildar to malakya kare, nki yarne payo nahin
ashak ane mashukne, pawo ek jame ne sise;
pawo ek hathe sakiye, insaph ten kidho nahin
mari gai sharme badhi, dildar hujr mahin haji;
tari bani khali sisi, paway ten rakhyo nahin
sarkhan bane banne jara, tyan to sharabini majha;
ulti kari ten to saja, nayne sanam kheli nahin
muj khoon aa kudi rahe, dildaranun thanDun bane;
mujne chaDe tyan utre, kani majha aawi nahin
a raat paheli waslni, mashukna inkarni;
tyan bewakuphi ten kari, tuj jam kan phutyun nahin?
na roshni gale chaDi, jari na labe surkhi paDi;
gheri bani na ankhDi, dil yaranun jamyun nahin
a pahor chaar ja ratna, kani wayada witye malya;
kani honshthi jigre jaDya, teni kadar tunne nahin
na khench ashak to kare, mashukne pawo paDe;
na sakiye piwo ghate, ten kaydo palyo nahin
joi sanamne rubaru, ghelo hato puro ja hun;
payo phari, pito ya tun, pan yarne payo nahin
a way phajr tani hawa, muj raat witi muphatman;
dildar aa uthe jawa, e be sukhan boli nahin
jo awshe ko di sanam, to lawshe anhin kadam;
tun rakhje bhai, rahm; gaphlat ghate aawi nahin

સ્રોત
- પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 49)
- સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1942