nikli jawun chhe bhaar mare - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નીકળી જવું છે બ્હાર મારે...

nikli jawun chhe bhaar mare

જિતેન્દ્ર પ્રજાપતિ જિતેન્દ્ર પ્રજાપતિ
નીકળી જવું છે બ્હાર મારે...
જિતેન્દ્ર પ્રજાપતિ

નવું બીજું કશું કરવું નથી, ક્ષણનું બટન થઈને સમયના ગાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે;

ઘણાયે યુગથી ચાલી રહ્યા ઘડિયાળના એકચક્રી રાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે.

અગર ઘટના ઘટે ખળખળ સમી તો દોસ્ત મારે ખૂબ વહેવું છે, નીકળવું છે નયનના બારણેથી આરપારે;

અમે આંસુ છીએ, બસ એટલે થીજી જવાના ખોખલા રિવાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે.

અમારા તખ્તના નિશાનને કોઈ આમ હડસેલે અને કોઈ તેમ હડસેલે, નથી સહેવી ઉપેક્ષાને હવેથી;

અમારા ઘર સમીપે ઉછર્યો બાવળ કહે છે કે : કાંટાળા તાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે.

હશે બે ચાર ત્યાં સુક્કા અને બે ચાર ત્યાં લીલા, બધા બળશે? નહીં જીવિત રહે મારા થકી ત્યાં કોઈ પણ જીવ?

હવે હું ઇઘણું જાહેરમાં કહું છું : સતત સળગાવનારી દાઝમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે.

અમારી એક પણ ઇચ્છા અધૂરાં સ્વપ્ન લઈ મરશે અહીં તો જિંદગી આખી અમે એના વિરહમાં ઝૂરવાના;

અને તેથી, ઉપેક્ષા પામતાં પહેલાં બધાયે દર્દના રિયાઝમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે!

સ્રોત

  • પુસ્તક : પરબીડિયામાં હવા મોકલી છે (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : જિતેન્દ્ર પ્રજાપતિ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2016