રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે.
મને નહિ પણ હતી તમને જ એ બેચેની દર્શનની,
પડ્યાં છો એકલાં જ્યારે મેં ત્યારે તમને જોયાં છે.
ઋતુ એક જ હતી પણ રંગ ન્હોતો આપણો એક જ,
મને સહરાએ જોયો છે, બહારે તમને જોયાં છે.
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ,
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે.
તમે હો કે ન હો, પડતો નથી કંઈ ફેર દૃષ્ટિમાં,
ઉજાસે જોયાં એમ જ અંધકારે તમને જોયાં છે.
હવે મારા જીવનમાં એ કદી ચમકી નહીં શકશે,
કે આ મારા મુકદ્દરના સિતારે તમને જોયાં છે.
ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું,
હું થાક્યો છું તો એકેએક ઉતારે તમને જોયાં છે.
નિવારણ છો કે કારણ, ના પડી એની ખબર કંઈયે,
ખબર છે એ જ કે મનના મૂંઝારે તમને જોયાં છે.
સુરા પીધા પછીની છે આ મારા ભાનની કક્ષા,
મેં મારા કેફમાં મારા ખુમારે તમને જોયાં છે.
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખુલી આંખે મેં મારા ઘરનાં દ્વારે તમને જોયાં છે.
nayanne bandh rakhine mein jyare tamne joyan chhe,
tame chho ena kartan pan wadhare tamne joyan chhe
mane nahi pan hati tamne ja e becheni darshanni,
paDyan chho eklan jyare mein tyare tamne joyan chhe
ritu ek ja hati pan rang nhoto aapno ek ja,
mane sahraye joyo chhe, bahare tamne joyan chhe
parantu arth eno e nathi ke raat witi gai,
nahin to mein ghani wela saware tamne joyan chhe
tame ho ke na ho, paDto nathi kani pher drishtiman,
ujase joyan em ja andhkare tamne joyan chhe
hwe mara jiwanman e kadi chamki nahin shakshe,
ke aa mara mukaddarna sitare tamne joyan chhe
gani tamne ja manjhil etla mate to bhatakun chhun,
hun thakyo chhun to ekeek utare tamne joyan chhe
niwaran chho ke karan, na paDi eni khabar kaniye,
khabar chhe e ja ke manna munjhare tamne joyan chhe
sura pidha pachhini chhe aa mara bhanni kaksha,
mein mara kephman mara khumare tamne joyan chhe
hakikatman juo to ey ek sapanun hatun marun,
khuli ankhe mein mara gharnan dware tamne joyan chhe

સ્રોત
- પુસ્તક : કેટલું થાકી જવું પડ્યું...(ચૂંટેલી ગઝલો) (પૃષ્ઠ ક્રમાંક 50)
- સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2022