રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજાહેર એમ થઈ ગયાં છાનાં મિલન કદી-કદી,
મનમાં છુપાવી ના શક્યાં, વાતો નયન કદી-કદી.
ઓ આસમાનના ધણી, એવું કદી-કદી બને!
તારી ધરા કદી-કદી, મારું ગગન કદી-કદી!
જીવન સફળ થનારનું મૃત્યુ સફળ ન થાય પણ,
મઝધારથીય હોય છે કાંઠો ગહન કદી-કદી.
એ રીતે સાચવી લીધી ઉપવનની આબરૂ અમે,
કંટકને પણ ચૂમી લીધા સમજી સુમન કદી-કદી.
મારી રૂપાળી નાવના રૂપનો દમામ જોઈને,
સાથે થઈ ગયો હતો સામો પવન કદી-કદી.
મારા વિરોધીઓ, ભલા! આ વાતથી અજાણ છે,
મારી શકાય છે મને થઈને સ્વજન કદી-કદી.
જીવન તણા પ્રવાસનો લાગ્યો ન થાક એ રીતે,
સર્જ્યા સ્વપન કદી-કદી, ખોયાં સ્વપ્ન કદી-કદી.
એકે રૂપાળું મુખ અહીં જ્યારે નથી હું ભાળતો,
નીરખી લઉં છું હું ‘અચલ’ મારું વદન કદી-કદી.
jaher em thai gayan chhanan milan kadi kadi,
manman chhupawi na shakyan, wato nayan kadi kadi
o asmanna dhani, ewun kadi kadi bane!
tari dhara kadi kadi, marun gagan kadi kadi!
jiwan saphal thanaranun mrityu saphal na thay pan,
majhdharthiy hoy chhe kantho gahan kadi kadi
e rite sachwi lidhi upawanni aabru ame,
kantakne pan chumi lidha samji suman kadi kadi
mari rupali nawna rupno damam joine,
sathe thai gayo hato samo pawan kadi kadi
mara wirodhio, bhala! aa watthi ajan chhe,
mari shakay chhe mane thaine swajan kadi kadi
jiwan tana prwasno lagyo na thak e rite,
sarjya swapan kadi kadi, khoyan swapn kadi kadi
eke rupalun mukh ahin jyare nathi hun bhalto,
nirkhi laun chhun hun ‘achal’ marun wadan kadi kadi

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 190)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4