રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે
e rite tamaran swapnoman andhkar manohar lage chhe
એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે;
જે રીતે કો સુંદર નયનોમાં કાજલ અતિ સુંદર લાગે છે.
નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે;
કિસ્મતના ગજાથી એ વસ્તુ, હંમેશ મને પર લાગે છે.
સંજોગ હિમાલય જેવા છે બરબાદ મુકદ્દર લાગે છે,
અંતરને છતાં તુજ અંતરથી બહુ થોડું અંતર લાગે છે.
સૌ કે’ છે હજી હું ભટકું છું, દિલ કે’ છે કે મંજિલ આવી ગઈ,
જે દ્વાર ઉપર જઈ પહોંચું છું — મારું જ મને ઘર લાગે છે.
વિખરાઈ હશે કોઈની લટો એથી જ તો ખુશ્બૂ છે ચોગમ,
આ બાગ-બગીચા મસ્ત પવન ચિઠ્ઠીના ચાકર લાગે છે.
ઓ ફૂલને નાજુક કહેનારા, કંઈ મારાં દુઃખોની રામ-ખબર,
હું સ્મિત હવે ફરકાવું છું—તો ચોટ હૃદય પર લાગે છે.
બદનામ છે પથ્થર દુનિયામાં, મેં જાણ્યું તમારા વર્તનથી,
ક્યારેક જીવનના મારગ પર ફૂલોનીય ઠોકર લાગે છે.
જો મોત મળે ભરયૌવનમાં, તો શોક ન કરજો ‘સૈફ’ ઉપર,
રંગીન નશીલી મોસમમાં હર ચીજ સમયસર લાગે છે.
e rite tamaran swapnoman andhkar manohar lage chhe;
je rite ko sundar naynoman kajal ati sundar lage chhe
naynone je sundar lage chhe, dilne je manohar lage chhe;
kismatna gajathi e wastu, hanmesh mane par lage chhe
sanjog himalay jewa chhe barbad mukaddar lage chhe,
antarne chhatan tuj antarthi bahu thoDun antar lage chhe
sau ke’ chhe haji hun bhatakun chhun, dil ke’ chhe ke manjil aawi gai,
je dwar upar jai pahonchun chhun — marun ja mane ghar lage chhe
wikhrai hashe koini lato ethi ja to khushbu chhe chogam,
a bag bagicha mast pawan chiththina chakar lage chhe
o phulne najuk kahenara, kani maran dukhoni ram khabar,
hun smit hwe pharkawun chhun—to chot hriday par lage chhe
badnam chhe paththar duniyaman, mein janyun tamara wartanthi,
kyarek jiwanna marag par phuloniy thokar lage chhe
jo mot male bharyauwanman, to shok na karjo ‘saiph’ upar,
rangin nashili mosamman har cheej samaysar lage chhe

સ્રોત
- પુસ્તક : ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 107)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2004