khabar chhe? (nagarawdhuni gajhal) - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખબર છે? (નગરવધૂની ગઝલ)

khabar chhe? (nagarawdhuni gajhal)

કિસન સોસા કિસન સોસા
ખબર છે? (નગરવધૂની ગઝલ)
કિસન સોસા

વ્યોમ વેચી વાંઝિયા વાદળી ખરીદે છે. ખબર છે?

લોહી બાળીને વરાળ જળ ખરીદે છે, ખબર છે?

રોજ પોતાનો તૂટેલો આયનો શણગારવા એ,

આંખ મૂકી ગીરવી કાજળ ખરીદે છે, ખબર છે?

પાનમાં થૂંકે લહુ ક્ષયગ્રસ્ત સડ્યાં ફેફસાંનું,

ચામડી વેચીને કાગળ ખરીદે છે, છે ખબર?

વસ્ત્રમાં નખશિખ કરી નાગીને શબ્દોમાં સજાવે,

કેવી કેવી રીત કેવું છળ ખરીદે છે, ખબર છે?

ખૂબ પાસેથી પિછાણે મર્દની મર્દાનગીને

કઈ દુકાનેથી કેવું બળ ખરીદે છે. ખબર છે?

છેક મોડી રાતના એક દાદરો નીચે ઊતરતો,

ને સડકથી પાઉં ને ઉસળ ખરીદે છે, ખબર છે?

સ્રોત

  • પુસ્તક : દુંદુભિ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : દલપત ચૌહાણ, હરીશ મંગલમ્, પ્રવીણ ગઢવી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2001