રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોછાતીનાં છૂંદણાંમાં જે ત્રોફાવવાનું નામ,
લોહીની રંગ ઝાયમાં એ શોધવાનું નામ.
મોસમ અહીં તો કોઈ પણ છલનાની હોય છે,
શ્રાવણ-અષાઢ રાખીએ આ ઝાંઝવાનું નામ.
પગરવ, દિશાઓ, માર્ગ વચન-કાંઈ પણ નથી,
તારી પ્રતીક્ષા-આંખને શણગારવાનું નામ.
સ્પર્શી તને વહે છે જે એની અલગ છે વાત,
હોતું નથી જ શ્વાસ બધીયે હવાનું નામ.
શી જાણ : એમાં કેટલી ડૂબશે ઉદાસ સાંજ
ઊગ્યો છે સૂર્ય લઈને સજળ નેજવાનું નામ.
મૂંગો બની ફરું છું હું ટહુકાના દેશમાં,
કેવું વિકટ છે કોઈનું ઉચ્ચારવાનું નામ!
ફરક્યાં’તાં સ્પર્શનાં અહીં કોમળ પતંગિયાં,
ફૂલોના હોઠ પર છે હજી ટેરવાનું નામ.
chhatinan chhundnanman je trophawwanun nam,
lohini rang jhayman e shodhwanun nam
mosam ahin to koi pan chhalnani hoy chhe,
shrawan ashaDh rakhiye aa jhanjhwanun nam
pagraw, dishao, marg wachan kani pan nathi,
tari prtiksha ankhne shangarwanun nam
sparshi tane wahe chhe je eni alag chhe wat,
hotun nathi ja shwas badhiye hawanun nam
shi jaan ha eman ketli Dubshe udas sanj
ugyo chhe surya laine sajal nejwanun nam
mungo bani pharun chhun hun tahukana deshman,
kewun wikat chhe koinun uchcharwanun nam!
pharakyan’tan sparshnan ahin komal patangiyan,
phulona hoth par chhe haji terwanun nam

સ્રોત
- પુસ્તક : વયઃસંધિ (પૃષ્ઠ ક્રમાંક 67)
- સંપાદક : બાપુભાઈ ગઢવી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2002