nahi karun gusso hwe - Ghazals | RekhtaGujarati

નહિ કરું ગુસ્સો હવે

nahi karun gusso hwe

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
નહિ કરું ગુસ્સો હવે
કૈલાસ પંડિત

નહિ કરું ગુસ્સો હવે,

હાથ તો છોડો હવે.

ભાર લાગે છે મને,

પાંપણો ઊંચકો હવે.

હા, ભલે મળશું નહીં,

ફોન તો કરજો હવે.

ફૂલ જેવું ક્યાં રહ્યું?

ઘાસને સૂંઘો હવે.

બત્તીઓ જાગી ગઈ,

સૂઈ જશે રસ્તો હવે.

દ્વાર તો અહીંયાં નથી,

ભીંતથી નીકળો હવે.

સ્રોત

  • પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1995