રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકોઈ પણ તારીખ જેવા હું અવાંતર,
યા સમયનું માનવી નામે રૂપાંતર,
દોસ્ત! મારા નામને ચ્હેરો નથી, ને
દર્પણો થઈને ઊભા સાતે સમંદર.
ઓગળ્યો છું હું સતત એવી ક્ષણોમાં
જે ક્ષણો પામી કવિતામાં સ્થળાંતર.
આ વિષાદી વાદળોના પૂરમાં હું
ખૂબ તણાયો છું સમજ, મારી જ અંદર.
આ નગરનાં વૃક્ષ મારી લાગણી છે,
પાન અમથું તોડતો મા, ઓ મુસાફર!
છો ભવોભવ શ્વાસ સંબંધી અમારા
કોક દિ' એનેય છોડીશું સદંતર.
koi pan tarikh jewa hun awantar,
ya samayanun manawi name rupantar,
dost! mara namne chhero nathi, ne
darpno thaine ubha sate samandar
ogalyo chhun hun satat ewi kshnoman
je kshno pami kawitaman sthlantar
a wishadi wadlona purman hun
khoob tanayo chhun samaj, mari ja andar
a nagarnan wriksh mari lagni chhe,
pan amathun toDto ma, o musaphar!
chho bhawobhaw shwas sambandhi amara
kok di eney chhoDishun sadantar
koi pan tarikh jewa hun awantar,
ya samayanun manawi name rupantar,
dost! mara namne chhero nathi, ne
darpno thaine ubha sate samandar
ogalyo chhun hun satat ewi kshnoman
je kshno pami kawitaman sthlantar
a wishadi wadlona purman hun
khoob tanayo chhun samaj, mari ja andar
a nagarnan wriksh mari lagni chhe,
pan amathun toDto ma, o musaphar!
chho bhawobhaw shwas sambandhi amara
kok di eney chhoDishun sadantar
સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 162)
- સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981