ek ghar aapi diwalo kyan mane lai gai juo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક ઘર આપી દીવાલો ક્યાં મને લઈ ગઈ જુઓ

ek ghar aapi diwalo kyan mane lai gai juo

લલિત ત્રિવેદી લલિત ત્રિવેદી
એક ઘર આપી દીવાલો ક્યાં મને લઈ ગઈ જુઓ
લલિત ત્રિવેદી

એક ઘર આપી દીવાલો ક્યાં મને લઈ ગઈ જુઓ

શ્વાસ આપીને હવાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ

ક્યાંથી ક્યાં લંબાઈ ગઈ તારા સુધીની જાતરા...

મારા જન્મોની કથા ક્યાં મને લઈ ગઈ જુઓ

કેટલું સહેલું હતું નહિતર ગગનને સ્પર્શવુ

સપાટીની મજાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ

હુ હવે તારે નગર ડગલુ ભરી શકતો નથી

રોજ આથમતી દિશાઓ ક્યાં મને લઈ ગઈ જુઓ

હુ કિરણના દેશમાં એક અજનબી ઇન્સાન છું

આંખમા ઓગળતી રાતો ક્યાં મને લઈ ગઈ જુઓ

સ્રોત

  • પુસ્તક : કવિતા - ડિસેમ્બર, 1997 (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન
  • વર્ષ : 1997