રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનદીપણું તો પછી ક્યાંય નદીમાં ન રહ્યું
nadipanun to pachhi kyanya nadiman na rahyun
નદીપણું તો પછી ક્યાંય નદીમાં ન રહ્યું
બરફનું શહેર સતત સૂર્યની દિશામાં વહ્યું!
ઉઘાડબંધ થતાં જીર્ણ કમાડોનું રુદન;
દીવાલો જેમ અમે મૂક થઈ ગયા ને સહ્યું!
હવાની આંગળીએ શ્વાસના શિશુની સફર
બધી જ બાબતોમાં સાંત્વન પરાયું રહ્યું!
ન કોઈ રાતને રોકી શક્યા, ન વાત કરી,
સવાર-સાંજનેય આમ તો કશું ન કહ્યું!
પસાર થઈ ગયા એ બ્હાવરાની જેમ કિશન
ઉઠાવી ધૂળમાંથી મસ્તકે ન ફૂલ ગ્રહ્યું.
nadipanun to pachhi kyanya nadiman na rahyun
baraphanun shaher satat suryni dishaman wahyun!
ughaDbandh thatan jeern kamaDonun rudan;
diwalo jem ame mook thai gaya ne sahyun!
hawani angniye shwasna shishuni saphar
badhi ja babtoman santwan parayun rahyun!
na koi ratne roki shakya, na wat kari,
sawar sanjney aam to kashun na kahyun!
pasar thai gaya e bhawrani jem kishan
uthawi dhulmanthi mastke na phool grahyun

સ્રોત
- પુસ્તક : તારા નગરમાં (પૃષ્ઠ ક્રમાંક 50)
- સર્જક : હરકિશન જોષી
- પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
- વર્ષ : 1980