shwasman shwas wali jiwwa jewi ghaDi chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શ્વાસમાં શ્વાસ વણી જીવવા જેવી ઘડી છે

shwasman shwas wali jiwwa jewi ghaDi chhe

હેમંત ધોરડા હેમંત ધોરડા
શ્વાસમાં શ્વાસ વણી જીવવા જેવી ઘડી છે
હેમંત ધોરડા

શ્વાસમાં શ્વાસ વણી જીવવા જેવી ઘડી છે

મરવા માટે તો પછી જિંદગી આખ્ખી પડી છે

ચાલને શોધીએ ઘાસની ગંજીમાં સોય

જડી તો જડી ને જડી છે તો જડી છે

ખરતા તારા તું વીણે આગિયા હું વીણું છું

રાત જેણે ઘડી છે આપણા માટે ઘડી છે

આખ્ખી ને આખ્ખી નદી આપણે શીખી લઈશું

થોડી લહેરો તને ને થોડી મને આવડી છે

કદી પાંપણ તો ક્યારેક વળી કેશકલાપ

કેવું કેવું તેં જે દીધી પળેપળ અડી છે

સ્રોત

  • પુસ્તક : માત્ર ઝાંખી (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : હેમંત ધોરડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013