na duhaman ke tane hun wartaman nahi malun - Ghazals | RekhtaGujarati

ના દુહામાં કે તને હું વારતામાં નહિ મળું

na duhaman ke tane hun wartaman nahi malun

નીરવ વ્યાસ નીરવ વ્યાસ
ના દુહામાં કે તને હું વારતામાં નહિ મળું
નીરવ વ્યાસ

ના દુહામાં કે તને હું વારતામાં નહિ મળું,

હું અલગ છું દોસ્ત સહુથી હું બધામાં નહિ મળું.

બંધ આંખે સ્વપ્નમાં કે કલ્પનામાં નહિ મળું,

એક વેળા ના કહી તો હું કશામાં નહિ મળું.

સાવ પાણીના પ્રતિબિંબોમાં શાયદ હું મળું,

પણ હવે તડ પડેલા આયનામાં નહિ મળું.

હું ગઝલિયત છું, ગઝલ મારા વગર તો છે ક્યાં?

હું તને ગાલગાગા-ગાલગામાં નહિ મળું.

ઠામ-ઠેકાણું અગર નિશ્ચિત થશે ‘નીરવ’ કદી,

તો પછી જનમોજનમની આવ-જામાં નહિ મળું.

સ્રોત

  • પુસ્તક : સંદર્ભો વચ્ચે (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સર્જક : નિરવ વ્યાસ
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012