sarowar nikalyun - Ghazals | RekhtaGujarati

સરોવર નીકળ્યું

sarowar nikalyun

શ્યામ સાધુ શ્યામ સાધુ
સરોવર નીકળ્યું
શ્યામ સાધુ

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,

મારા ઘર સામે સરોવર નીકળ્યું!

શ્વાસ છે તો શિર ઉપર આકાશ છે,

કેટલું કૌતુક મનોહર નીકળ્યું!

પુત્રહીના જેવી દુનિયા એટલે,

આજપણ મીઠું ઘરોઘર નીકળ્યું!

કલ્પના વચ્ચે જાણે શું હશે?

અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું!

જિંદગીના બોજને ઊંચકી લીધો,

હા, મરણ સાચું સહોદર નીકળ્યું!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 329)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004