રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરસ્તો નથી, હું કોઈનાં પગલાંની છાપ છું
rasto nathi, hun koina paglani chhap chhun
વંચિત કુકમાવાલા
Vanchit Kukmawala
રસ્તો નથી, હું કોઈનાં પગલાંની છાપ છું
rasto nathi, hun koina paglani chhap chhun
વંચિત કુકમાવાલા
Vanchit Kukmawala
રસ્તો નથી, હું કોઈનાં પગલાંની છાપ છું;
હું થાક, થોડો થાક છું તો પણ અમાપ છું!
હું એકસરખો હોઉં છું સૌમાં ઘડીકભર.
મૃત્યુ પછીના કોઈના ઘરનો વિલાપ છું!
મારા ઉપર છે કાલના વરસાદનો મદાર.
વાદળ નથી વૈશાખનો હું ધોમ તાપ છું!
આંતર-નયનમાં લીન થા, તો પામ તું મને.
ખુલ્લી નજરમાં તો ફક્ત હું મંત્રજાપ છું!
ધારું છતાં પણ કોઈને આપી શકું નહીં;
છું શ્રાપ હડહડતો કિન્તુ શ્રાપિત શાપ છું!
સ્રોત
- પુસ્તક : એક આંખમાં સન્નાટો
- સર્જક : વંચિત કુકમાવાલા
- પ્રકાશક : શ્રી લક્ષ્મીકાન્ત શેઠ
- વર્ષ : 1997