શું મૃત્યુ આપવાનુંયે ઈશ્વરથી ના બન્યું,
એક કાચ તોડવાનું એ પથ્થરથી ના બન્યું.
મિસ્કીનથી જે બન્યું તે તવંગરથી ના બન્યું,
આંસુ કરી શક્યાં છે જે ગૌહરથી ના બન્યું.
‘‘પાલવ શું ઝાલશો?’’ કહ્યું સાકીએ રીસથી,
એક જામ ઝાલવાનું જો મુજ કરથી ના બન્યું.
તારી સભાથી હું જ કાં બાકાત રહી ગયો?
ગાગર સમાવવાનું શું સાગરથી ના બન્યું?
સોમલ પીધાં પરંતુ ન બદલ્યો કદી એ રંગ,
એ પણ કર્યું છે કામ જે શંકરથી ના બન્યું.
માણું છું હું બહાર તરંગો કરી-કરી,
મુજ મનને કેદ કરવાનું પીંજરથી ના બન્યું.
અંતે ધરા તજી દઈ ચાલ્યો ગયો 'સુમન',
બિંદુની જેમ રહેવું સમંદરથી ના બન્યું.
shun mrityu apwanunye ishwarthi na banyun,
ek kach toDwanun e paththarthi na banyun
miskinthi je banyun te tawangarthi na banyun,
ansu kari shakyan chhe je gauharthi na banyun
‘‘palaw shun jhalsho?’’ kahyun sakiye risthi,
ek jam jhalwanun jo muj karthi na banyun
tari sabhathi hun ja kan bakat rahi gayo?
gagar samawwanun shun sagarthi na banyun?
somal pidhan parantu na badalyo kadi e rang,
e pan karyun chhe kaam je shankarthi na banyun
manun chhun hun bahar tarango kari kari,
muj manne ked karwanun pinjarthi na banyun
ante dhara taji dai chalyo gayo suman,
binduni jem rahewun samandarthi na banyun

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 97)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4