agaman jewun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આગમન જેવું

agaman jewun

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
આગમન જેવું
સૈફ પાલનપુરી

કદી વસ્તીભર્યું લાગ્યું કદી વેરાન વન જેવું,

જવાનીમાં જીવન પર થઈ શક્યું ક્યાં કંઈ મનન જેવું!

સૂરજ ઊગ્યો છે લાવો, થોડી શબનમ હુંય વરસાવું,

તમારી યાદ રૂપે છે હૃદયમાં કંઈ સુમન જેવું.

કોઈ જો સ્હેજ છેડે છે તો શરમાઈ જાયે છે,

તમે દિલમાં વસ્યા છો તો થયું છે દિલ દુલ્હન જેવું.

તમે રિસાતે ના તો પાનખરનો ક્રમ જળવાતે,

અમારી ભૂલ કે દિલને સજાવ્યું'તું ચમન જેવું.

હવે તો 'સૈફ' ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,

ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 254)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4