thoDe sudhi jaine atki gaya hashe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

થોડે સુધી જઈને અટકી ગયા હશે

thoDe sudhi jaine atki gaya hashe

નિનાદ અધ્યારુ નિનાદ અધ્યારુ
થોડે સુધી જઈને અટકી ગયા હશે
નિનાદ અધ્યારુ

થોડે સુધી જઈને અટકી ગયા હશે,

મારો વિચાર નક્કી સમજી ગયા હશે!

સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,

મનમાં ને મનમાં પણ પરણી ગયાં હશે!

નહિતર હોય આવો માહોલ રણ મહીં,

હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે.

એકાંતમાં રડતાં જોવાં મળી શકે,

મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે.

સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,

વાદળોને જોઈ, પલળી ગયાં હશે.

પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી?

બાળકનાં હાથ એને અડકી ગયાં હશે!

‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,

મિત્રો હાથ પકડીને લઈ ગયાં હશે.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006