રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસતત આઘું ખસીને છેતરે મૃગજળ તો મૃગજળ છે
satat aghun khasine chhetre mrigjal to mrigjal chhe
સતત આઘું ખસીને છેતરે મૃગજળ તો મૃગજળ છે
ભીંજવવા દૂરથી આવે નજીક વાદળ તો વાદળ છે
ભલેને હોય કાંટાળો કશેક લઈ જાય છે રસ્તો
ભલે ને હોય સોનાની છતાં સાંકળ તો સાંકળ છે
ઘણી ઊંડી છે નિસ્બત આંસુને બે આંખ સાથેની
ઉપરછલ્લું છે, રેલાઈ જશે કાજળ તો કાજળ છે
મળે ઈ-મેલમાં ક્યાં શબ્દ છેકેલા-સુધારેલા
મજાની એ મથામણથી ભર્યો કાગળ તો કાગળ છે
રહી પાછળ અમે જોયો આ દુનિયાનો ખરો ચહેરો
ભલેને ભાગ્ય મારું બે કદમ આગળ તો આગળ છે
satat aghun khasine chhetre mrigjal to mrigjal chhe
bhinjawwa durthi aawe najik wadal to wadal chhe
bhalene hoy kantalo kashek lai jay chhe rasto
bhale ne hoy sonani chhatan sankal to sankal chhe
ghani unDi chhe nisbat ansune be aankh satheni
uparchhallun chhe, relai jashe kajal to kajal chhe
male i melman kyan shabd chhekela sudharela
majani e mathamanthi bharyo kagal to kagal chhe
rahi pachhal ame joyo aa duniyano kharo chahero
bhalene bhagya marun be kadam aagal to aagal chhe

સ્રોત
- પુસ્તક : તારી ન હો એ વાતો (પૃષ્ઠ ક્રમાંક 02)
- સર્જક : હર્ષવી પટેલ
- પ્રકાશક : ઝેન ઓપુસ
- વર્ષ : 2024